શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 ઑક્ટોબર 2023 (12:54 IST)

શામળાજીની અસાલ GIDCમાં ઇકોવેસ્ટ કેમિકલ કંપનીમાં આગ લાગી, 60 ટેન્કર બળીને ખાક

Fire Aag

Shamlaji fire news- ગુજરાતમાં આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. તો ધટનાને પગલે સ્થાનિક સરપંચે ફાયર વિભાગને જાણ કરતા મોડાસા સહિત આસપાસની 10 ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે GIDCમાં આવેલ ઇકોવેસ્ટ કેમિકલમાં આજે વહેલી પરોઢે આગની ઘટના સામે આવી છે. આ કેમિકલ કંપની છેલ્લા 4 માસથી બંધ હતી. વહેલી સવારે કંપનીમાં વોચમેન હાજર હતા અને આગની ઘટના બની. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સરપંચને જાણ કરી હતી. અસાલ ગામના સરપંચે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે આવી પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયર ટીમ પહોંચી એ અગાઉ જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. કંપનીમાં લગભગ 50 કરતા વધુ ટેન્કર ભરેલ કેમિકલ હતું. તે સંપૂર્ણ કેમિકલ સહિત ટેન્કરો આગમાં બળીને ખાખ થઈ હતી અને કરોડોનું નુકશાન થવા પામ્યું છે. મોડાસા ફાયર વિભાગે અરવલ્લી જિલ્લામાં મેજર કોલ જાહેર કર્યો છે અને આગને કાબુમાં લેવા માટે હિંમતનગર, મહેસાણા, ઇડરથી પણ વધુ 10 ફાયરની ગાડીઓ બોલાવી આસપાસની કંપનીઓને નુકશાન ન થાય તે માટે આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા છે. કંપની બંધ હોવાથી કોઈ જાનહાનીના સમાચાર નથી.