શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (12:45 IST)

ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈને ડ્રગ્સ કેસમાં તિહાડ જેલમાંથી ગુજરાત લવાયો, ચાર દિવસના રિમાન્ડ મંજુર

Lawrence Bishnoi drugs case
Lawrence Bishnoi drugs case
Lawrence Bishnoi drugs case - કચ્છ-નલિયામાં 194 કરોડના ડ્રગ્સની હેરાફેરી પ્રકરણમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈનું નામ ખુલ્યું હતું. આ અંગે જેલમાંથી લોરેન્સને લાવીને ગુજરાત એટીએસએ પૂછપરછ કરી હતી. જેલની અંદર પાકિસ્તાનના નાગરિક અને વિદેશના અન્ય નાગરિકો સાથેનું તેનું કનેક્શન પણ એટીએસની તપાસમાં સામે આવ્યું હતું. હવે આ કેસમાં ફરીથી ગુજરાત એટીએસ તિહાડ જેલમાંથી તેને ગુજરાત લાવી છે અને આજે નલિયા કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. કોર્ટે ગેંગસ્ટરના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરી 28 ઓગસ્ટે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ 15 દિવસના રિમાન્ડ દરમિયાન લોરેન્સે ડ્રગ્સ અંગે અનેક રાઝ ખોલ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ લોરેન્સ જ્યારે એટીએસની કસ્ટડીમાં હતો તે સમયે જ ગુજરાત ATSએ એક ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું જે પણ લોરેન્સના કનેક્શન હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ હજી સુધી તેની કોઈ કડી મળી નથી તેવું એટીએસ કહી રહી છે.લોરેન્સ બિશ્નોઇ ગેંગસ્ટર અને અન્ય રાજ્યોમાં દારૂ ડ્રગ્સની સર્કિટમાં સામેલ હોવાનું અનેક વખત સામે આવ્યું હતું. ત્યારે ગુજરાત પોલીસે નલિયામાં પકડાયેલા 194 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ હવે તેની સામે યુએપીએ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જે અંગે હવે તેને કોર્ટમાં રજૂ કરવો જરૂરી હતો. ત્યારે ગુજરાત એટીએસએની ટીમ ફરી લોરેન્સને લઈને ગુજરાત આવી છે, જેને આજે નલિયામાં રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર નિયમ પ્રમાણે તેને કોર્ટમાં રજૂ કરવો જરૂરી હોવાથી આ એક નિયત પ્રક્રિયા છે અને તેને આજે રજૂ કરીને રિમાન્ડ પણ માગવામાં આવશે. બીજી તરફ અન્ય કેસમાં પણ તેની પૂછપરછ થાય તેવી શક્યતા