ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (11:27 IST)

સુરતમાં માંડવીના અરેઠમાં નાચતા વરરાજાને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ મોત

સુરત જિલ્લાના અરેઠ ગામે લગ્નના મંગળ ગીતોની જગ્યાએ મરશીયા ગવાયા હતાં. લગ્ન પ્રસંગમાં નાચતી વખતે વરરાજાને છાતિમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વરરાજાનું મોત નીપજ્યું હતું.

જેથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ પેદા થયો હતો.વરરાજાના ઘરે ઘરે રાખેલ મંડપ મુહૂર્ત પ્રસંગે નાચતા યુવાનને અચાનક છાંતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમને સારવાર અર્થે ખસેડાયા હતાં. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. યુવાનની વરયાત્રાની જગ્યાએ નીકળેલી સ્મશાનયાત્રાથી ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા મીતેશભાઈ ચૌધરી (33)ના લગ્નનો મંડપ મુહૂર્તનો પ્રસંગ હતો. મંડપ મુહૂર્તના પ્રસગમાં સાંજના જમણવારનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડીજેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ ડીજેના કાર્યક્રમમાં બધા નાચતા હતા. તે દરમિયાન વરરાજા મીતેશભાઈ પણ જોડાયા હતાં. જેમને નાચતી વેળા અચાનક જ છાંતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સંબંધીઓ મોટરસાઈકલ પર અરેઠ સરકારી દવાખાનામાં લઈ ગયા હતાં. જ્યાંથી બારડોલી ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.