શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 19 મે 2018 (11:57 IST)

ભાવનગર અમદાવાદ માર્ગે ગમખ્વાર અકસ્માતમાં 12 મહિલા, 3 બાળકો સહિત 19ના મોત

ભાવનગર-અમદાવાદ માર્ગે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે  જેમાં 19 જેટલા શ્રમજીવી લોકોને કાળ ભરખી ગયો હોવાની વિગતો મળી રહી છે. રાત્રે અઢી વાગે ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગ બાવળીયારી નજીક સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી મારી જતા ટ્રક નીચે દબતા 18 વ્યક્તિના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયામ મોત નીપજ્યું છે. મૃતકોમાં 12 મહિલા, 3 બાળકો અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. અમદાવાદ-વડોદરા તરફ જતા સિમેન્ટના ટ્રકે પલ્ટી મારી છે અને જેમાં તળાજાના સરતાનપર ગામના શ્રમજીવી મજૂર લોકો દબાયા છે અને જેમાં 19 જેટલા લોકોના મૃત્યુ પામ્યા અને સાતેક ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.

સરતાનપર ગામની મજૂરની ટુકડી હોવાનું જાણવા મળ્યું છે. હાલ બચાવ કામગીરી શરૂ છે, પોલીસ, 108 સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.ધોલેર-ભાવનગર રોડ પર આવેલા બાવળિયારી ગામે રાત્રે અઢી વાગ્યાની આસપાસ વડોદરા તરફ જતો સિમેન્ટનો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આથી ટ્રકમાં બેઠેલા 30 જેટલા મહુલાના સરતાનપર ગામના મજૂરો ટ્રક નીચે દબાઇ ગયા હતા. જેમાં ઘટનાસ્થળે જ 18 વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 7 વ્યક્તિને ઇજા પહોંચતા તમામને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતકો એક જ કુટુંબના હોવાનું જાણવા મળ્યું છે.