શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (14:36 IST)

Jagdish Thakor ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)માં નવો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યમાં પાર્ટીની કમાન હવે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર (Jagdish Thakor)ને સ સોપવામં આવી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સહમતિ બાદ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના પદમા તેમના નામનુ એલાન કરવામાં આવ્યુ છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધપક્ષના નેતાપદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાલ દિલ્હીમાં છે તેઓ ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી સીધા ગાંધીનગર જશે. જ્યાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં વિધાનસભા વિપક્ષના નેતાનું નામ નક્કી થશે.
 
કોણ છે જગદીશ ઠાકોર?
 
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
 
ઉલ્લેખનીય છે કે માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પોતાના ઓબીસી મત બેંક (OBC Vote Bank)ને સાધવા માટે જગદીશ ઠાકોરની નિમણૂક કરવામં આવી છે. હાલ ઠાકોર ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. તેમની ગણતરી ઉત્તર ગુજરાતના કદાવર નેતાઓમાં કરવામાં આવે છે અને પ્રદેશ કોંગ્રેસમાં તેમનો સારો રૂતબો પણ માનવામાં આવે છે. આજે સવારથી જગદીશ ઠાકોર  દિલ્હીમાં 
રાહુલ ગાંધી, રઘુ શર્મા અને ઠાકોર વચ્ચે થઇ મંત્રણા
જગદીશ ઠાકોરના નામ પર સર્વસંમતિ 
વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા નું નામનું પણ થઇ શકે છે એલાન
મોડી સાંજ સુધીમાં જાહેરાત થશે...