શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (18:44 IST)

કોરોના નીં ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે :હાઇકોર્ટ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ગંભીર સ્થિતિ સર્જાયા બાદ હાઈકોર્ટ આજે સુઓમોટોને લઈને ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે હેલ્થ ઈંફ્રાસ્ટ્રક્ચર વધારવાને લઈને અનેક આદેશ આપ્યા. એટલુ જ નહી ગુજરાત હાઈકોર્ટે લોકોને પણ માસ્ક પહેરવાને લઈને અને વેક્સીન લેવા બાબતે ગંભીરતા બતાવવાનુ કહ્યુ. જાણો ગુજરાત હાઈકોર્ટે શુ કહ્યુ 
 
રાજ્ય સરકાર એ ઘણું કર્યું છે આજે પણ ઘણું કરવાની જરૂર છે :હાઇકોર્ટ
 
કોરોના ના નવા વેરિયન્ટ ની અસરો થી બચવા લોક જાગૃતિ જરૂરી:હાઇકોર્ટ
 
રિયલ ટાઈમ ડેટા આપે તે માટે હોસ્પિટલની જવાબદારી નક્કી કરે સરકાર :હાઇકોર્ટ
 
દિવ્યાંગ અને નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશન થાય તે માટે ની વ્યવસ્થા ઉભી કરો :હાઇકોર્ટ
 
ત્રીજી લહેરમાં બાળકો ને વધુ અસર થશે તેવા અહેવાલો ને ધ્યાનમાં રાખી ને બાળકો માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરો :હાઇકોર્ટ
 
લોકો કોરોના ના નિયમો નું પાલન કરે એ ખૂબ જ જરૂરી છે આના માટે સરકાર એ સ્ટ્રીક થવું પડશે.:હાઇકોર્ટ
 
સંભવિત ત્રીજી વેવ ને ધ્યાનમાં રાખી ને રાજ્ય સરકાર અલર્ટ રહે કોઈ ચૂક કે ભુલ ન થાય એમાં જ બધા નું હિટ છે: હાઇકોર્ટ
 
વેકસીનેશન ઝડપી થાય અને લોકો ને સરળતા થી વેકસીન મળે તેનો સ્ટોક જળવાઈ રહે તે સરકાર એ ધ્યાનમાં રાખવાની જરુર છે :હાઇકોર્ટ
 
Psa ઓક્સીજન પ્લાન્ટ પણ જ્યાં લગાડવાના પ્રોજેકટ છે ત્યાં ઝડપથી લાગી જાય એ માટે સરકાર એ પ્રયત્ન કરવા જોઈએ.
 
પહેલી અને બીજી વેવ માં મેડિકલ સ્ટાફ ની અછત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હતી હવે ઝડપથી તે પ્રોસેસ કરી સ્ટાફ ને ભરતી કરો. :હાઇકોટ
 
Phc,અને CHC ને રૂરલ એરીયા માં વધુ કાર્યક્ષમ કરો જેથી બધા ને તેનો લાભ મળે.
 
સરકાર એ મેડિકલ  એજ્યુકેશન માટે પણ લોકો ને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી આવા પેંડેમીક માં મેડિકલ લાઈન ના વિદ્યાર્થીઓ ને આ સેવા માં ઉપયોગ માં લઇ શકાય.:હાઇકોર્ટ
 
હાઇકોર્ટ એ કોરોના ને લઈને થયેલી સુઓમોટો અને અન્ય પિટિશન ને ડિસપોઝ કરી ને કોમન ઓર્ડર પાસ કર્યો.