બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (17:40 IST)

પૂર્વ IPS બરંડાનો આક્ષેપ, ભાજપના કાર્યકરોએ મને હરાવ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભિલોડાના ભાજના ઉમેદવાર અને છોટા ઉદેપુરના પૂર્વ SP પી.સી. બરંડા ચૂંટણી હાર્યા બાદ પોતાના જ પક્ષના અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. અરવલ્લીમાં ભિલોડાના ભાજપના ઉમેદવાર પી.સી. બરંડાએ જિલ્લાના ઉપપ્રમુખ સહિત 5 પદાધિકારીઓને હાર માટે જવાબદાર ગણાવી તેમની સામે ફરિયાદ કરી છે. બરંડાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના કાર્યકરોએ પક્ષ વિરૂદ્ધ કાર્ય કરી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવ્યું છે. આ મામલે બરંડાએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા અરવલ્લી ભાજપ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખને લેખિત ફરિયાદ કરી છે.બારંડાએ પોતાની ફરિયાદમાં હસમુખ માડિયા અને તેમના પત્ની મીરા, રાજુ નિનામા, જયવંતિકાબેન ડામોર, બળવંત ભોઈના નામ લીધા છે. બારંડાની ફરિયાદ અનુસાર આ લોકોએ ભિલોડા સીટ માટે ટિકીટ માંગી હતી પરંતુ પાર્ટીએ તેમને ટિકીટ નહોતી આપી. આ લોકોએ બદલો લેવા માટે કોંગ્રેસ નેતાનો પ્રચાર કર્યો હતો.