Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિધાનસભાના અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ઠેલાવાની શક્યતાઓ

મંગળવાર, 27 માર્ચ 2018 (12:05 IST)
ગુજરાત વિધાનસભાના સ્પીકર સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાય તેવી સંભાવના છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા તૈયાર હોવાનું મનાય છે, જ્યારે કોંગ્રેસના સસ્પેન્ડેડ 3 ધારાસભ્યો અંગે પણ મહત્વનો નિર્ણય થઇ શકે તેમ છે. અવિશ્વાસ અને સસ્પેન્ડેડ મુદ્દે આજે સવારે એક બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં હતાં. સમાધાન અંગે કોઇ જાહેરાત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગઇકાલે મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા વચ્ચે સમાધાન અંગેની લંબાણપૂર્વકની બેઠક મળી હતી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લેવા તેમનું સસ્પેનશન રદ્દ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજન્ટ હિયરિંગની માંગ કરાઇ છે. જે સંદર્ભે કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતાઓ છે. ધારાસભ્યો અંબરિષ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને બળદેવજી ઠાકોરને એક વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Jokes તમને કેટલી પત્નીઓ છે?

ગુજરાતી જોક્સ- તફાવત જણાવો

Cannes માંં આલિયા ભટ્ટનો જાદુ, લોકોને ઐશ્વર્યા રાયની આવી યાદ, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

ગુજરાતી જોક્સ - દારૂડિયા ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ફેસબુક પર લંચ

આગળનો લેખ
Show comments