ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (11:58 IST)

ગુજરાતમાં 37 ડિગ્રી સાથે પરસેવો છૂટશે, જાણો ક્યારે છે વરસાદની સંભાવના

માર્ચ મહિનો ગુજરાતમાં પોતાની સાથે ઉનાળાના વરસાદને લઈને આવ્યો છે. તપતપતા તડકાની સાથે જેમ મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ પરસેવો પણ છૂટી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
 
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, તાપમાનમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે અને આજે દિવસના 37 ડિગ્રી સાથે હવામાન ચોખ્ખું રહેશે અને ભારે તડકાને કારણે પરસેવો છૂટશે. આગામી દિવસોમાં હવામાન આ જ પ્રમાણે રહેશે. 
 
હવામાન વિભાગનું અનુમાન છે કે આ વખતે ઉનાળાની ઋતુમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. સાથે જ માર્ચથી મે મહિના દરમિયાન ગરમીનું મોજું એટલે કે હીટ વેવ ચાલશે. બીજી તરફ, જો આપણે ગુજરાતમાં હવા ગુણવત્તા સૂચકાંક વિશે વાત કરીએ, તો તે મોટાભાગના શહેરોમાં સંતોષકારક થી મધ્યમ શ્રેણીમાં જોવા મળી રહ્યું છે.
 
ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં વરસાદી પાણીનું એક ટીપું પણ જોવા મળ્યું ન હતું, પરંતુ આ મહિના દરમિયાન છૂટોછવાયો કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જો કે માર્ચ મહિનામાં ગુજરાત શુષ્ક રહે છે, પરંતુ આગામી દિવસોમાં રાજસ્થાન અને ગુજરાતના ઘણા ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 8 થી 9 માર્ચની વચ્ચે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.