શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જૂન 2019 (15:24 IST)

હાઈકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લેતાં કહ્યું શિક્ષણનું સ્તર સુધારો

રાજ્યની ઘણી શાળાઓમાં હજુ પણ સીસીટીવી કેમેરા નહીં લગાવ્યા હોવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. અરજીમાં એવી રજૂઆત કરી છે કે બાળકો પર થતા અત્યાચારના મામલે અને પારદર્શિતા જાળવવા માટે શાળાઓમાં સીસીટીવી કેમેરા નાખવા ફરજિયાત છે તેમ છતાં હજુ ઘણી શાળામાં સીસીટીવી નાખવામાં આવ્યા નથી. કોર્ટે સરકારને આડે હાથ લઇને શિક્ષણનું સ્તર સુધારવા શું પગલા લીધા ? તે અંગે ખુલાસો કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી 8મી જુલાઇએ હાથ ધરાશે. હાઇકોર્ટે સરકારને આડે હાથ લેતા ઝાટકણી કાઢી હતી.
ફક્ત સ્કૂલોમાં સીસીટીવી કેમેરા નાખી દેવાથી શિક્ષણનું સ્તર સુધરવાનું નથી.રાજ્યમાં ઘણી પ્રાથમિક શાળામાં ક્લાસરૂમની જરૂર છે તેના પછી શિક્ષણનું સ્તર સુધારવાનો મુદ્દો આવે છે અને સીસીટીવી ગૌણ છે. કોર્ટે સરકાર પાસે શિક્ષણનું સ્તર સુધારવા શું પગલા લીધા તે અંગે ખુલાસો માગ્યો છે. કોર્ટે સરકારને 8મી જુલાઇએ સોગદનામું કરવા આદેશ કર્યો છે. સરકાર તરફે એવો બચાવ કરવામાં આવ્યો હતો કે ચોમાસું સત્રના બજેટમાં પ્રાથમિક શાળામાં સીસીટીવી માટે બજેટ ફાળવવાની તૈયારી કરવામાં આવી છે. પહેલા તબક્કામાં 10 કરોડ ફાળવવા સરકારે બાંયધરી આપી હતી.