રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શનિવાર, 2 જુલાઈ 2022 (12:50 IST)

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અંડરબ્રિજમાં છાત્રો ભરેલી બસ ફસાઈ

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,
 
રાજકોટ જિલ્લામાં શુક્રવારે અષાઢીબીજે બપોર બાદ મેઘરાજાએ વીજળીના કડાકાભડાકા સાથે પધરામણી કરી હતી. એ સમયે
ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં પાણી ભરાતાં મારવાડી યુનિવર્સિટીની બસ ફસાઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા બસ-ડ્રાઇવરે બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
 
ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહનવ્યહાર ખોરવાયો હતો છતાં પણ બસ-ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને બ્રિજમાં ઉતારી હતી. જોકે ગોંડલની સેનિટેશન ટીમ દ્વારા બસને ધક્કો મારીને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી