ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (17:49 IST)

ઈલેક્ટ્રીક વાહન વાપરો છો તો ધ્યાન આપો.. ચાર્જિંગમાં મુકેલી બેટરી ફાટતાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ

Electric Moped Charging In Surat Bursts
સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રાત્રિના સમયે ઇલેક્ટ્રીક બાઈકની બેટરી ચાર્જ કરવા મૂકી હતી. જેમાં એકાએક લાગતા પરિવારજનો બૂમાબૂમ કરી મૂકી હતી. પરિવાર તો સલામત રીતે બચી ગયો પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.ઈલેક્ટ્રીક મોટરસાયકલનો ઉપયોગ દિવસે વધી રહ્યો છે. લાભકારક ઉપયોગની સામે જોખમો પણ એટલા જ વધતાં જઈ રહ્યાં છે.
Electric Moped Charging In Surat Bursts

આંત્રોલી ગામમાં વહેલી સવારે ચાર વાગે ઈલેક્ટ્રીક બાઈકની બેટરીને ચાર્જમાં મૂકવામાં આવી હતી. ઈલેક્ટ્રીક મોટરસાયકલનો ઉપયોગ આ પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવતો હતો. એકા એક જ બેટરી ચાર્જમાં મૂકી હતી તે દરમિયાન આગ લાગતા ઘરના સભ્યો ડરી ગયા હતા.સામાન્ય રીતે રોજ ઘરમાં રાત્રિના સમય દરમિયાન ઈલેક્ટ્રીક બાઈકની બેટરીને ચાર્જમાં મૂકવામાં આવતી હતી. પરંતુ એકાએક જ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક જ બ્લાસ્ટનો અવાજ આવતા ઘરના સભ્યો મળસ્કે જાગી ગયા હતા. બ્લાસ્ટનો ધડાકો એટલો પ્રચંડ હતો કે,ઘરના લોકો પહેલા તો સમજી ના શક્યા, કે શેનો અવાજ આવ્યો છે. પરંતુ એકાએક આગ લાગવાનું શરૂ થતા બહાર દોડી આવ્યા હતા.
Electric Moped Charging In Surat Bursts

ધડાકાભેર બેટરી બ્લાસ્ટ થતાના અવાજ સાથે જ ઘરના લોકો પણ અને આસપાસના લોકો પણ જાગી ગયા હતા. આગ પસરી ગઈ હતી. આસપાસના લોકોએ જાતે જ પાણીનો છંટકાવ શરૂ કરીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ઘરના લોકો પોતાનો જીવ બચાવીને બહાર ભાગી આવ્યા હતા.એકાએક ધડાકાભેર બેટરી ફાટ્યા બાદ આગ લાગતા ઘરવખરી બળીને ખાત થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકોએ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે પણ કામગીરી શરૂ કરી હતી. જેણે કુલિંગની કામગીરી હતી.ત્યારબાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.બેટરીમાંથી લાગેલી આગના કારણે ઘરનું રાસરચીલું પણ સળગી ગયું હતું. જેના ધુમાડાના કારણે ઘરની દિવાલો પણ કાળી પડી ગઈ હતી. ત્યારે બેટરી ક્યા કારણોસર ફાટી અને આગ લાગી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર દેશમાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈ ઈ વ્હીકલનું ચલણ વધી રહ્યું છે. ઈલેક્ટ્રીક વ્હીકલ માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન પણ આપી રહી છે. સબસીડીઓ પણ આપી રહી છે. જેને લઇ આજે ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદી માટે લોકો ખૂબ જ આગળ આવી રહ્યા છે. પરંતુ આ ઈલેક્ટ્રીક વ્હીકલની બેટરી પણ લોકોના જીવના જોખમ ઊભું કરી શકે છે કેવી એક ઘટના સામે આવતા સૌ કોઈ ચકિત થયા છે. મોબાઈલ બેટરીની જેમ ઇલેક્ટ્રીક વહીકલની બેટરી પણ બ્લાસ્ટ થતી ઘટના સામે આવી છે.