રાજકોટમાં હીટવેવમાં 51 હજારથી વધુ ઉમેદવારની પરીક્ષા પૂરી થતા વતન તરફ દોટ
રાજ્યભરમાં આજે યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. હાલ બહારગામથી રાજકોટમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે હીટવેવમાં રાજકોટ બસપોર્ટ વિદ્યાર્થીઓથી ઉભરાયું હતું. અને એક સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો બસપોર્ટ પહોંચતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે LRD પરીક્ષા દરમિયાન પણ પરીક્ષા પૂર્ણ થયે એસટી બસપોર્ટ ખાતે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી.
આજે એસટી વિભાગે હજારો પરીક્ષાર્થી સામે માત્ર 30 બસ ફાળવી છે. આથી ઘણા વિદ્યાર્થીઓએ નાછૂટકે ખાનગી બસમાં ટિકિટ બુક કરાવવી પડી હતી. એવું ચર્ચાઈ રહ્યું છે કે ભરતી પરીક્ષામાં ચોરી થતી અટકાવવા સત્તાધીશોએ તઘલખી નિર્ણય કર્યો હતો. પરીક્ષાર્થીઓને તેના શહેરમાં નહીં પરંતુ અન્ય શહેરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું.