ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (17:32 IST)

પ્રેમની આળમાં નામ અને જાતિ છુપાવીને છોકરીઓને ફસાવનારાઓ સામે ગૃહમંત્રીની લાલ આંખ

લવ જેહાદ પર તીખી ટિપ્પણી

harsh sanghavi
સુરતમાં યોજાયેલા ઈ-FIRના કાર્યક્રમમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ-જેહાદ પર લાલ આંખ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ નામ બદલીને કોઈપણ ભોળી દીકરીઓને ફસાવે એને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવી રહ્યું છે, કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી આપું છું
 
પ્રેમને બદનામ કરનારને છોડાશે નહીં
પ્રેમ શબ્દને કોઈપણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં, એમ કહેતાં ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે પ્રેમ કરવાનો હક તમામને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં. કોઈ મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તો તે સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર કોઈપણ ફરિયાદ અમને મળશે તો એ બાબતે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી હું સૌને આપું છું.