રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (11:09 IST)

અંધશ્રદ્ધાની આડમાં તલવાર પેટમાં ઘૂસી જતાં લોહીલુહાણ થયો ભુવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

અંધશ્રદ્ધાની આડમાં લોકો એટલા ઓત પ્રોત થઇ જાય છે, કે તે શું કરી રહ્યા છે તેનો ખ્યાલ રહેતો નથી. અને અંધશ્રદ્ધામાં અનેક અજીબો ગરીબ ઉપાયો ભૂવાઓ કરતા હોય છે. આપણા દેશના કોઈને કોઈ ખૂણા માંથી અંધશ્રદ્ધાના બનાવો સામે આવતા જ રહે છે.
 
હાલમાં ગુજરાતના ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી છે, ૨૧મી સદીમાં અંધશ્રદ્ધાના ભોગે ભૂવાને હોસ્પિટલમાં પહોંચવાનો વારો આવ્યો છે. આ કહાની વિષે જાણીને તમે ચકિત થઈ જશો. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
 
મામા દેવના માંડવામાં ૨૧મી સદીમાં અંધશ્રદ્ધામાં રાચતા એક ભુવાએ બે તલવાર લઈને રમતા પેટના નીચેના ભાગે તલવાર વાગી ગઈ હતી. ભૂવાને તલવાર વાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માંડવા દરમિયાન ભુવાએ તલવાર લઈ પેટના ભાગે રાખી હતી, તેવામાં વધારે દબાણ કરતા તલવાર પેટના નીચેના ભાગે ઘુસી ગઈ હતા.
 
આ ઘટનામાં અચાનક ભુવા સાથે મોટી અનહોની થઈ ગઈ હતી અને પેટના ભાગે ધડધડ લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે તે લોહીલુહાણ થયો હતો, ભૂવાને ખ્યાલ આવી ગયો હતો કે તેને પેટના ભાગે રાખેલી તલવાર વાગી છે.
 
જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે. આ વીડિયો ભાવનગર શહેરના જ કોઈ વિસ્તારનો હોવાનું મનાય છે, પરંતુ ચોક્કસ સ્થળ વિશે માહિતી મળી શકી નથી.