ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:46 IST)

કપિલ દેવ અને ગોવિંદાને આરોપી નહીં બનાવતા પીઆઈને કોર્ટે સમન્સ પાઠવ્યું

સનસ્ટાર નામની ક્લબની મેમ્બરશિપમાં ચિટિંગના કેસમાં ક્રિકેટર કપિલ દેવ, એક્ટર ગોવિંદ અને રવિ કિશનને આરોપી ન બનાવતા વડોદરા ફતેહગંજના પોલીસ ઈસ્પેક્ટરને કોર્ટે સમન્સ આપ્યું છે. કોર્ટે PIને આ મુદ્દે ખુલાસો પુછ્યો છે.2016 નવેમ્બરમાં રમણ કપૂર અને સીમા કપૂર દ્વારા સનસ્ટાર ક્લબની મેમ્બરશિપ માટે સેમિનાર યોજ્યો હતો. ક્લબની મેમ્બરશિપના બ્રોસરમાં કપિલ દેવ, ગોવિંદા અને રવિ કિશનને જોઈન્ટ ડિરેક્ટર દર્શાવવામાં આવ્યા હતા. દંપતિએ ગ્રાહકોને લાલચ આપી હતી કે 1.2 લાખથી 3 લાખની ફી ભર્યા બાદ તેઓ સનસ્ટાર ક્લબની ટાયઅપ કરેલી હોટલમાં ફ્રીમાં રોકાણ કરી શકશે.છેતરપિંડીનું કૌભાંડ સામે આવતા અમદાવાદ અને વડોદરામાં કપૂર દંપતિ અને કપિલ દેવ, ગોવિંદા અને રવિકિશન સામે ફરિયાદ નોંધાઈ હતી. ગત ઓક્ટોબર મહિનામાં ગ્રાહક કોર્ટ દ્વારા 18 ગ્રાહકોને ગ્રાહકોના 8.1 લાખ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો.