ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 8 ઑક્ટોબર 2017 (14:20 IST)

૧૦૦૮ની દિવાઓની આરતીમાં નગરજનોએ સુખ શાંતિના ભાવથી નિહાળી શર્મિષ્ઠા તળાવમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની બાળપણની યાદો તાજી કરી(જુપ ફોટા)

મહેસાણા
ગુજરાતમાં વડનગરની ધરતી આજે રૂપરંગ સજીને ધરતીના પુત્રે અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદી આવકારવા માટે થનગની રહી છે. અને તેમના માનમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં
પ્રધાનમંત્રીશ્રીના આગમન પુર્વે આજે વડનગરના શર્મિષ્ઠા તળાવમાં ૧૦૦૮ દીપ પ્રગટાવી મહા આરતીનો
કાર્યક્રમ યોજાઇ ગયો .
આ એજ તળાવ છે જ્યાં તેમના બાળપણના દિવસો પસાર થયા હતા અને મિત્રો સાથે તળાવમાં ડુબકી મારીને
તળાવનો આનંદ માણતા હતા. અત્રે ૧૦૦૮ દિવાની મુખ્ય મહા આરતી,૧૦૮ દિવાની અસંખ્યા આરતીઓ
નગરજનોએ કરી હતી અને તળાવમાં અગણિત દીવડાઓ તરતા મુકવામાં આવ્યા હતા
આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૦૦૮થી વધુ દીપની
આરતીનો એકભવ્ય અને નયન રમ્ય કાર્યક્રમ યોજાઇ ગયો જે વડનગરને સાંસ્કૃતિક આધ્યાત્મિક અને પ્રાકૃતિક
ગાથાની અનુંભુતિ કરાવતો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર એચ.કે પટેલ,સુરતના કલેકટર મહેન્દ્ર
પટેલ,અગ્રણી સોમભાઇ મોદી તથા પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
આજે વડનગરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વડનગરથી વારાણસીની યાત્રાની ઠેરઠેર ચિત્રો દ્વારા
દર્શાવી હતી