શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:36 IST)

સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસનું હલ્લાબોલ, કોંગ્રેસના કોર્પોરેટરને હોસ્પિટલ ખસેડાયાં​

સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વેરા તથા અન્ય ટેક્સના વધારાને લઈ કોંગ્રેસ દ્વારા એક અઠવાડિયા પછી પણ ઉગ્ર દેખાવ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાછડીયા પટકાયા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસે વેરા વધારો પાછો ખેંચવા રજુઆત કરી હતી. મંગળવારની સવારે સુરત મહાનગર પાલિકામાં આજે સવારે સ્થાયી સમિતિની બેઠક મળી હતી.

જેમાં મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા બજેટ પર ચર્ચા વિચારણા કરવા અને આ બજેટમાં સુધારા વધારા કરવા માટે આ બેઠક આજે અને આવતીકાલે એમ બે દિવસ ચાલવાની છે. ત્યારે તે પહેલાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્થાયી સમિતિ ખંડ બહાર કોંગ્રેસ દ્વારા વેરા વધારાનો ઉગ્ર વિરોધ રાખવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં વિરોધ પક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિત મોટી સખ્યામાં કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. મુખ્ય દરવાજો ખોલીને કોંગ્રેસી કાર્યકરો અંદર ઘૂસ્યા હતા. જેમાં કોંગી મહિલા કાર્યકરોને મનપાની મહિલા ગાર્ડે બહાર ખદેડવા માટે પ્રયાસો કર્યા હતા.