ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (15:00 IST)

ગીર સોમનાથના 26 ગામના ખેડૂતોના ધરણાં, સિંચાઇનું પાણી ન અપાતા વિરોધ

ઉનાળો આવતાં જ ખેડૂતો માટે માથાનો દૂખાવો શરૂ થયો છે, સરકારે હિરણ એક અને બે બંને ડેમને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે તાલાલા વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને 3 દિવસ સુધી ક્લેક્ટર કચેરી ખાસે ઉપવાસ પર ઉતર્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો ઉપવાસ પર ઉતરવા મજબૂર થયા છે, તેમની આ મજબૂરી છે સરકારે હિરણ એક અને બે ડેને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે હજારો ખેડૂતો માટે દુખકારક છે, ઉનાળાના સમયમાં જો પાણી નહીં મળે તો ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.