સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (11:02 IST)

ગુજરાત સરકારમાં 5 આઇપીએસ અધિકારીઓને પ્રમોશન, બે બન્યા એડીજીપી

ગુજરાત સરકારે સોમવારે રાજ્યના પાંચ IPS અધિકારીઓને પ્રમોશનની જાહેરાત કરી છે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં બે IPS અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)ના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે, જ્યારે ત્રણ અધિકારીઓને પોલીસ મહાનિરીક્ષકના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે.
 
જે બે IPS અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP)ના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે તેમાં અનુપમ સિંહ ગેહલોત, આઈજી ઈન્ટેલિજન્સ, CID ક્રાઈમ, ગાંધીનગર અને ખુરશીદ અહેમદ, જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક એન્ડ ક્રાઈમ), રાજકોટનો સમાવેશ થાય છે.
 
બંને આઈપીએસ અધિકારીઓ 1997 બેચના અધિકારીઓ છે. ADGPના પદ પર બઢતી આપ્યા બાદ બંનેને તેમના વર્તમાન હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે. તેમનું પદ અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેના કારણે હવે ગેહલોતને ADGP CID (Intelligence) અને અહેમદને સ્પેશિયલ પોલીસ કમિશનર (ટ્રાફિક એન્ડ ક્રાઈમ) તરીકે તેમની હાલની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.
 
ગુજરાત સરકારે રાજ્યના ત્રણ આઈપીએસ અધિકારીઓને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)માંથી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઈજી) તરીકે બઢતી આપી છે. ત્રણેય 2004 બેચના IPS ઓફિસર છે.
 
જેમાં રાજકોટ રેન્જના ડીઆઈજી સંદીપ સિંહ, અમદાવાદ શહેરના સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર ગૌતમ પરમાર અને ડીઆઈજી ગાંધીનગર એમટી ડીએચ પરમારનો સમાવેશ થાય છે. આ ત્રણેય અધિકારીઓને પ્રમોશન આપ્યા બાદ તેઓને હાલની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. તેમનું પદ અપગ્રેડ કરવામાં આવ્યું છે. સંદીપ સિંહને હવે આઈજી રાજકોટ રેન્જ, ગૌતમ પરમારને સેક્ટર-2 જેસીપી, અમદાવાદ સિટી અને ડીએચ પરમારને આઈજી (એમટી) ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.