ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (22:55 IST)

14 ફેબ્રુઆરીથી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે રેલવે સેવા ફરી શરૂ, પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે આ ટ્રેનો

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓની સુવિધા માટે તારીખ 14 ફેબ્રુઆરી, 2022 થી આગલી સૂચના સુધી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે યાત્રી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ બંને ટ્રેનો પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે તેમજ તમામ સ્ટેશનો પર રોકાશે.
 
વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યુ કે તારીખ 14 ફેબ્રુઆરી થી આગલી સૂચના સુધી ટ્રેન નંબર 09163 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર  પ્રતિદિવસ સવારે 6.30 કલાકે પ્રતાપનગર થી ઉપડી 09.00 કલાકે છોટાઉદેપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09164 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સવારે 06.20 કલાકે છોટાઉદેપુર થી ઉપડી 09.00 કલાકે પ્રતાપનગર પહોંચશે.
 
આ જ પ્રકારે ટ્રેન નંબર 09169 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર પ્રતિદિવસ સાંજે 18.25 કલાકે પ્રતાપનગર થી ઉપડી 20.55 કલાકે છોટાઉદેપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09170 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સાંજે 18.10 કલાકે છોટાઉદેપુર થી ઉપડી 20.50 કલાકે પ્રતાપનગર પહોંચશે.
 
માર્ગમાં આ બંને ટ્રેનો બંને દિશાઓમાં કેલનપુર, કુંડેલા, ભિલુપુર, થુવાવી, ડભોઈ, વદવાણા, અમલપુર, સંખેડાબહાદરપુર, છુછાપુરા, જોજવા, બોડેલી, જબુગામ, સુસકાલ, પાવી, તેજગઢ અને પુનિયાવાટ સ્ટેશનો પર રોકાશે.
 
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 થી સંબંધિત તમામ માનદંડ અને એસઓપીનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.