ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રાજકોટ: , શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (10:08 IST)

રાજકોટમાં નિવૃત ASIની બર્થ-ડે પાર્ટીમાં દારૂની રેલમછેલ, 10 પોલીસ પીધેલા ઝડપાયા

રાજ્યમાં દારૂ પર પ્રતિબંધને લઇને ગુજરાત પોલીસ દારૂના અડ્ડાઓ પર રેડ પાડી રહી છે. ત્યારે રાજકોટના ક્રિષ્ના વોટરપાર્કમાં પોલીસ દ્વારા દારૂની પાર્ટી આયોજન કરવામાં આવ્યું અને તેમાં પોલીસે જ દરોડા પાડી 30 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે. જેને લઇને મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કુવાડવા રોડ પર આવેલા કિષ્ના વોટર પાર્કમાં ગુરૂવારે નિવૃત ASI રાજભા વાઘેલાએ તેમના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં પોલીસની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 4 એએસઆઇ, 1 કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહીત કુલ 10 પોલીસ પીધેલા પકડાયા હતા. પાર્ટીમાં કુલ 30 લોકો હતા. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા મળ્યું છે. આ 10માંથી 5 પાસે પરમીટ હોવાનું કહેવાય છે. મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. આ પાર્ટીમાં 45થી પણ વધુ લોકો હોવાનું અને કેટલાકને વાડી માર્ગેથી ભગાડી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા. જેમાં મોટાભાગના લોકો નશાની હાલતમાં હતા. પોલીસે કિષ્ના પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યા બાદ કાર્યવાહી ચાલુ હોવાનું રટણ શરૂ કર્યું હતું. જોકે થોડીવાર બાદ વોટર પાર્કની પાછળની દીવાલ તરફ હરકત તેજ થવા લાગી હતી. આ દિશામાં લોકોએ તપાસ કરતાં જ 15થી વધુ લોકો વોટરપાર્કની દીવાલ કૂદીને ખેતરમાં ભાગતા જોવા મળ્યા હતા. નાસી છૂટેલાઓની ઓળખ મેળવી પકડવામાં આવશે તેવો બચાવ એસીપીએ કર્યો હતો.
 
આ 10 પીધેલા હતા
1, જયેન્દ્રસિંહ ભૂપતસિંહ ગોહિલ (ઉ.વ.60)
2, સુખદેવસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉ.વ.51)
3, ભરત હરિશંકર ભરાડ (ઉ.વ.63)
4, હર્ષદ હરિ ઝાલા (ઉ.વ.68)
5, કૃષ્ણરાજસિંહ દાદુ જાડેજા (ઉ.વ.61)
6, તખુભા રામસીંગ તલાટિયા (ઉ.વ.63)
7, જયંતિ લક્ષમણ તલાટિયા (ઉ.વ.63)
8, રમેશ ઘોઘા સિંધવ (ઉ.વ.40)
9, ચંદ્રકાંત અમરચંદ મહેતા (ઉ.વ.65)
10, રમણીક લક્ષ્મણ જીંજવાડિયા (ઉ.વ.52)