1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 9 માર્ચ 2020 (14:50 IST)

સિઝનની શરૂઆતમાં જ મરચાંના લાલચોળ ભાવ: ૧૦૦ રૂપિયાનો વધારો

મોંઘવારી હદ વટાવી રહી છે. એક પછી એક ખાદ્ય કે જીવન જરૂરી ખાસ કરીને રસોડામાં જોઈતી વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. તળાજાની બજારમાં બારેય માસ માટે ભરવામાં આવતા મરચાની આવક શરૂ થઈ ગઈ છે.ભાવ સાંભળતા જ તીખું તમતમતું મરચું મોઢામાં નાખ્યું હોય તેમ સિસકારા બોલી જાય તે હદે આ વર્ષ વધી ગયા છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાંથી ગૃહિણીઓ તળાજા ખાતે બારેય માસ રસોઈમાં વાપરી શકાય તે માટે શુદ્ધ અને ભાવ પણ વાજબી હોય ખરીદી માટે આવે છે. તળાજાની બજારમાં હાલ નવા મરચા ની આવક શરૂ થઈ ગઈ છે. મરચાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે અનેક જાત આવે છે પણ ખાસ રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, કાશ્મીરી અને ટોમેટો ભોલર મરચું ચલણમાં છે. લોકો વધુ આ ચાર જાતની તીખા, મોળા અને કલર પણ આવે શાકમાં તે માટે ખરીદી કરે છે. ગત વર્ષો કરતા આ વર્ષે ભાવમાં ખાસો વધારો થયો છે.ગત વર્ષે રેશમ પટ્ટોના ભાવ ૧૮૦ હતા.જે આ વર્ષે ૨૫૦ થયા છે. એજ રીતે ડબલ પટ્ટાના ૨૦૦ના ૨૬૦, કાશ્મીરીના ૨૮૦ થી ૪૫૦, ટોમેટો ભોલરના ૨૫૦ની સામે ૩૩૦ થઈ ગયા છે.