સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 માર્ચ 2020 (12:30 IST)

Corona Virus Effect-સ્ટેચ્યૂ ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો કોરોના વાઇરસને લઇને સ્કેનિંગ કરાયું

દેશ વિદેશમાં હાલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે બનાવવામાં આવી છે. જ્યાં દેશ- વિદેશમાંથી પ્રવાસીઓ આવતા હોય નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. કોરોના વાયરની અસરને લઈ થર્મલ ચેકીંગ શરુ કરવામાં આવ્યું છે. હોળીના તહેવારને કારણે અહીં પ્રવાસીઓનો ધસારો વધતાં ચેકીંગ હાથ ધરાયું હતું. સવારથી સાંજ સુધીમાં 50 જેટલા પ્રવાસીઓનું ટેમ્પ્રેચર 100 કરતા વધુ આવતા તેમને નોર્મલ ચેકીંગ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મેડિકલ સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ કોરોના વાયરસ નો કોઈ પણ પોઝિટિવ કેશ હાલ સુધી નોંધાયો નથી. જોકે આ ચેકીંગ ને લઈને SOUના સી.ઈ,ઓ મનોજ કોઠારી, એસ.પી. હિમકર સિંહ, જોઈન્ટ સીઈઓ નિલેશ દૂબે, જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ, SOU ના મેડિકલ ઓફિસર ડો.નેહા સોલંકી,પીએસઆઇ કે.કે.પાઠક સહીત સ્ટાફ હાજર રહી જરૂરી ચેકીંગ અને સુરક્ષા ને લઈને ચકાસણી કરી હતી. SOU ના સી.ઈ.ઓ. મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના વાયરસના ચેકીંગ માટે બે થર્મલ સ્કેનિંગ મશીન દ્વારા પ્રવાસીઓનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેને વધુ સારવાર માટે મોકલી આપવામાં આવશે. ઉધરસ, તાવ અને છીંકના લક્ષણો ધરાવતા લોકોની તપાસ કરાતાં 20 થી 25 લોકોના ટેમ્પરેચર 100 થી પણ વધુ આવ્યા છે.