શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 નવેમ્બર 2019 (15:05 IST)

1.5 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 60000 એ ગીર ની મુલાકાત લીધી

દીવાળીના સપ્તાહમાં દોઢ લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને 60000થી વધુ લોકોએ ગીરની મુલાકાત લીધી હતી. સાસણ ગીર એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી સ્થાન હોવાથી તે ફેવરીટ રહ્યું છે. વળી, ખ્યાતનામ તીર્થસ્થળ સોમનાથ પણ બાજુમાં છે. સાસણના ડીસીએફ મોહન રામના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વખતે પાર્કમાં વધુ પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ ભારે ધસારાને પહોંચી વળવામાં વ્યસ્ત હોવાથી અમે પાકી સંખ્યા ગણી શકયા નથી. મહા વાવાઝોડાની આગાહીના પગલે પ્રવાસીઓ હવે ગીર, સોમનાથ અને દીવથી પાછા ફરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 60000 ટુરીસ્ટોએ સાસણ ગીર, દેવળીયા પાર્ક અને આમરડી અને આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. સિંહોની સંખ્યામાં વધારો થશે તે જોવાની તક વધી છે. વનવિભાગે ધારી નજીક આમરડી નજીક સફારી પાર્ક બનાવતાં પ્રવાસીઓ ટુંકા સમયમાં સિંહોને તેમના કુદરતી વાતાવરણમાં જોઈ શકે છે. ગીર ઉપરાંત રાજયનું નવું ટુરીસ્ટ ડેસ્ટીનેશન પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. એમ સપ્તાહમાં 1.5 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનીટીની મુલાકાત લીધી હતી. અહીં કુલ 28 આકર્ષક સાઈટ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બન્ને સ્થળે સામાન્ય કરતા 60% વધુ સંખ્યામાં લોકો આવ્યા હતા.