ડાંગ જિલ્લાની ઘટનાઃ સગીરાને 8 જણા જંગલમાં ખેંચી ગયા, ત્રણ જણાએ પીંખી અને વીડિયો ઉતારી વાયરલ કર્યો
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના એક ગામની 14 વર્ષીય તરૂણી પર બે તરૂણ તથા એક પુખ્ત યુવાને મેળાપીપણામાં દુષ્કર્મ આચરતા ભોગ બનનાર તરૂણીની માતાએ 9 શખસ વિરુદ્ધ આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ડાંગ પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ આ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડાં
ગમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ એક ગામની તરૂણી ત્રણ મહિના અગાઉ એની બહેનપણી તથા બે પુરૂષ મિત્રો સાથે બાઈક પર સવાર થઈ બાજુનાં ગામમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. લગ્ન પ્રસંગ પતાવી બાઈક ઉપર તેઓને લઈને આવેલી બહેનપણી અને સગીરા બહેનપણીનો મિત્ર બીજી જગ્યાએ નીકળી ગયા હતા. જે બાદ 14 વર્ષીય તરૂણી અને તેણીનો પુરૂષ તરૂણ મિત્ર પાછા ઘરે આવવા નીકળ્યાં હતા.અહીં 14 વર્ષીય સગીરાના મિત્રએ તેને જણાવ્યું હતું કે તને ઘરે મુકવા માટે આવુ પણ મારી સાથે અડધએ રસ્તામાં શારીરિક સંબંધ બાંધવો પડશે. બાદમાં આ તરૂણ અને સગીરા પગપાળા ગામ આવવા માટે નીકળ્યાં હતા. સગીરા સાથે માર્ગ નજીક જંગલ વિસ્તારમાં શારીરિક સબંધ બાંધ્યો હતો. એ પછી તેઓ ચાલતા ચાલતા આગળ આવતા માર્ગમાં તરૂણનાં આઠ મિત્ર મળ્યાં હતા. આઠ મિત્રોએ તરૂણને બોલાવીને કહ્યું હતું કે અમારે પણ આ સગીરા જોડે શારીરિક સંબંધ બાંધવો છે.આ સગીરાના મિત્રએ તેને જઈને જણાવ્યું હતું કે મારા આઠ મિત્રો પણ તારી સાથે શારીરિક સંબંધ બાંધવાનાં છે. સગીરાએ તરૂણીએ ના પાડતા આ આઠ યુવાનોએ સગીરાને જબરદસ્તીથી જંગલમાં ખેંચી લઈ જઈ તેણીનાં હાથ-પગ પકડી તેની સાથે અન્ય એક તરૂણે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ત્રીજો એક પુખ્ત વયનો યુવાન શારીરિક સંબંધ બાંધતો હતો તે વેળાએ ત્યાં હાજર મિત્રોએ મોબાઈલની બેટરી ચાલુ કરી વિડીયો ઉતારી લીધો હતો. અહીં જંગલ વિસ્તારમાં અજવાળુ તથા ચહલપહલ જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. જેથી ઘટનાસ્થળેથી તમામ 9 શખસ નાસી છૂટ્યા હતા. તેઓએ જતા જતા સગીરાને ધમકી આપી ગયા હતા કે આ ઘટનાની કોઇને પણ જાણ કરશે તો જાનથી મારી નાંખીશું. એક સપ્તાહ બાદ આ શખસોએ તેઓનાં વોટસએપ ગ્રુપમાં શારીરિક સંબંધ બાંધ્યાનો વિડીયો વહેતો કર્યો હતો. જેની જાણ સગીરાને થતા તેણે તમામ આપવિતી માતાને જણાવી હતી.સગીરાના માતાએ ગતરોજ દુષ્કર્મ કરનાર 2 તરૂણ અને એક યુવાન તથા તેમની સાથેના 6 સહિત વિશાલ પવાર (ઉ.વ. 20), કરણ પવાર (ઉ.વ. 25), શ્યામલાલ દળવી (ઉ.વ. 21), ઉમેશ ભોયે (ઉ.વ. 21), સંજયભાઈ પવાર (ઉ.વ. 20) અને વસંત ભોયે (ઉ.વ. 25) વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ બનાવ સંદર્ભે ડાંગ પોલીસવડા રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એચ.મકવાણા તથા એલસીબી પીએસઆઈ જયેશભાઇ વળવીની ટીમે ગણતરીનાં કલાકોમાં જ 9 આરોપીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સામૂહિક બળાત્કારની ઘટના અંગેનો વીડિયો વહેતો થતાં સગીરાના પરિવારને તેની જાણ થઇ હતી. જેથી સગીરાની માતાએ સમગ્ર ઘટના અંગે માહિતી આપી પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સૌ પ્રથમ સગીરાને ઘરે મૂકવા માટે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરનાર અને એ કૃત્ય કર્યા બાદ તેના મિત્રો સાથે વાત કરી આયોજનબદ્ધ રીતે ઘટનાને પાર પાડવા જંગલના રસ્તે સગીરાને લઇ જઇ તેના સાથી મિત્રોના મેળાપીપણામાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.