શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (19:30 IST)

GPSCનુ વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત જાહેર સેવા વહીવટ (GPSC)દ્વારા વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ I, ગુજરાત સિવિલ સેવા (વર્ગ I અને વર્ગ II) અને ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ચીફ ઓફિસર્સ સર્વિસ વર્ગ-2, સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જૂલાઇ 2021માં કુલ 224 પોસ્ટની ભરતી જાહેર કરવામાં આવી હતી જેનું પરિણામ હવે જાહેર કરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે જૂલાઇ 2021માં કુલ 224 પોસ્ટ માટે નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની વર્ગ 1 અને 2 સંયુક્ત પરીક્ષા લેવાઈ હતી. જેના મુખ્ય પરીક્ષાનું પરિણામ હવે જાહેર થયું છે.