રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (15:36 IST)

સુરતમાં કાર ચાલકે બાઈક સવાર બે મિત્રોને અડફેટે લીધા, એકનું પ્રાઈવેટ પાર્ટ કપાઈ જતાં મોત

સુરતના નવાગામ-ડીંડોલી બ્રિજ ઉપર ઈકો કારના ચાલકે બાઇક સવાર બે મિત્રોને અડફેટે લઈ ભાગી ગયો હતો. આ અકસ્માતમાં એકનું ગુપ્તાંગ (પ્રાઈવેટ પાર્ટ) કપાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું.

મધરાતે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકના ડાબા પગની છેલ્લી આગળીમાં 3 ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક રાજા અને પવન નવાગામથી ઉધના જતા કાળમુખી ઈકો કારની અડફેટે ચઢ્યા હોવાનું પવને જણાવ્યું હતું. પવન સુરેશ મરાઠે (ઉ.વ. 26 (રહે. જમના પાર્ક નવાગામ) એ જણાવ્યું હતું કે, મૃતક મિત્ર રાજા માગીલાલ સુનેરીના કામ માટે ઉધના જવા નીકળ્યા હતા. નવાગામ બ્રિજ ઉપર સામેથી લથડીયા ખાઈને આવતી ઇકો કારને જોઈ બાઇક રોડ બાજુએ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સર્પાકાર રીતે ચાલતી ઈકો કાર ચલાવતા અજાણ્યા કાર ચાલકે બાઇકને ધડાકાભેર અડફેટે લઈ ભાગી ગયો હતો.

રાજા હવામાં ફંગોળાઈને પટકાયો હતો. હું બાઈક સાથે બ્રિજ પર ઘસડાય હતો. જોરદાર અકસ્માત બાદ મેં તાત્કાલિક બનેવીને ફોન કરી અકસ્માતની જાણ કરતા મદદ મળી હતી. જોકે મિત્ર રાજાનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. હું સિલાઈ મશીન રિપેરીંગનું કામ કરૂં છું. મારો એક મોટો ભાઈ માતા-પિતા અને બહેન છે. જ્યારે રાજાની વિધવા માતા અને બહેનનો એકનો એક આર્થિક સહારો હતો. રાજા કડીયા કામ કરી પરિવારનું પેટ ભરતો હતો. રાજાના પરિવારને હજી જાણ પણ નથી કરાઈ, હાલ મિત્રો જ રાજાના દુઃખદ મોત વિશે જાણે છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું. છે