1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (00:18 IST)

રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાનુ મિગ 21 ક્રેશ, જૈસલમેરમાં ભારત-પાક સીમાની પાસે થઈ દુર્ઘટના, પાયલોટ શહીદ

રાજસ્થાનના જેસલમેર પાસે ભારતીય સેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે થયો હતો. આ અકસ્માતમાં વિમાન ઉડાવી રહેલા વિંગ કમાન્ડર હર્ષિત સિન્હા શહીદ થયા હતા. મોડી રાત્રે ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ભારતીય વાયુસેનાએ ક્રેશની તપાસના આદેશ આપ્યા છે.

 
નિયમિત ઉડાન ભરી રહ્યુ હતુ વિમાન 
 
ભારતીય વાયુસેનાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે કે વિંગ કમાન્ડર હર્ષિત સિન્હા વિમાન દુર્ઘટનામાં શહીદ થયા છે. આ સાથે વાયુસેનાએ શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. કહેવાય છે કે આ પ્લેન ક્રેશ મોડી સાંજે સાડા આઠ વાગ્યાની આસપાસ થયુ હતુ. મળતી માહિતી મુજબ, આ વિમાન નિયમિત ઉડાન પર હતું. ઘટનાની જાણ થતાં જ એરફોર્સ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
 
ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી હતી 
 
જેસલમેરના પોલીસ અધિક્ષક અજય સિંહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે વિમાન દુર્ઘટના નેશનલ પાર્ક વિસ્તારના રણમાં થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ જગ્યા સામ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે ફાયર એન્જિન પણ ત્યાં મોકલવામાં આવ્યા હતા