શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (23:08 IST)

સુરતમાં છેલ્લા દોઢ માસથી એક સગીરા ગૂમ, રાજસ્થાનમાં વેંચી દેવાઈ હોવાની આશંકા

સુરતમાં છેલ્લા  દોઢ માસથી લીંબાયત વિસ્તારની એક સગીરા ગૂમ છે.ત્યારે, સુરતની સંવેદનશીલ કહેવાતી પોલીસના લીંબાયત વિસ્તારના પોલીસ કર્મીઓને આ ઘટના બે-દમ હોવાનું લાગતા કોઈ પ્રકારની ફરિયાદ લેવા સીધો નનૈયો ભણી દીધો હતો. પરિણામે,સગીરાના પરિવારજનોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કહ્યું હતું કે,સગીરાને રાજસ્થાનમાં વેંચી દેવાઈ હોવાની આશંકા છે    
 
 
શબનમ અને રેહાનાની વાતમાં સગીરાને શંકા જતા તેણીએ જુદી રીતે તપાસ કરી હતી. સગીરાની માતાને જાણવા મળ્યું કે,પોતાની પુત્રી પાલનપૂરના કોઈ કાલુસિંહ નામની વ્યક્તિ પાસે છે. માતાએ પાલનપૂરમાં તપાસ કરાવતા,તેમની પુત્રી ત્યાન નહોતી. રાજસ્થાનના ઉત્તમસિંહે કાળુસિંહ સાથે મળીને સગીરાને 4 લાખમાં આંધ્રપ્રદેશમાં વેચી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સગીરાએ માતા સાથે ફોન પર વાત કરતા કહ્યું હતું કે રૂપિયા આપીને મને છોડાવી જાઓ. સગીરા છેલ્લા દોઢ માસથી ભેદી રીતે ગૂમ છે છતાં લીંબાયત પોલીસે ફરિયાદ લીધી નહતી. જેથી સગીરાને શોધવા અને શબનમ, રેહાના, કાલુસિંહ અને ઉત્તમસિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.