પહેલાથી વધુ ઘાતક થયો મલ્ટી બૈરલ રોકેટ પિનાક, પોખરણ રેંજમાં થયો સફળ ટેસ્ટ, vide
સેનાની મારક ક્ષમતામાં વધુ વધારો થયો છે. રાજસ્થાનના પોખરણ રેંજમાં શુક્રવારે મલ્ટી બૈરલ રોકેટ પિનાકના ઉન્નત સંસ્કરણનુ સફળતાપૂર્વક પરીક્ષણ થયુ. રક્ષા અનુસંધાન અને વિકા સંગઠન (ડીઆરડીઓ)ની એઆરડીઈ પ્રયોગશાળા અને પુણે સ્થિત એચઈએમઆરએલે તેની ડિઝાઈન કરી છે. આ સેનામાં એક દસકા પહેલાથી સામેલ પિનાકાનુ ઉન્નત સંસ્કરણ છે. સેનાની સામરિક જરૂરિયાતોનુ ધ્યાનમાં રાખતા પિનાકાની મારક ક્ષમતાને વધારી છે.
પિનાકના 25 ઉન્નત રોકેટ્સના ટેસ્ટ થયા
ગુરૂવારે અને શુક્રવારે જુદા જુદા થયા
ગુરૂવાર અને શુક્રવારે જુદા જુદા રેંજથી પિનાકાના 25 ઉન્નત રોકેટ્સના ટેસ્ટ થયા. પરીક્ષણ દરમિયાન રોકેટ્સે બધા લક્ષ્યોને સફળતાપૂર્વક ભેદ્યુ. રક્ષા મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે પિનાકા રોકેટનુ આ ઉન્નત સંસ્કરણ 45 કિલોમીટર સુધી લક્ષ્યને નિશાન બનાવી શકે છે.