શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જુલાઈ 2020 (10:11 IST)

સરકારની જાહેરાત બાદ ઘૂંટણીયે પડી ગઇ ખાનગી શાળાઓ, આજથી ઓનલાઇન ક્લાસ શરૂ

પહેલીવાર સ્કૂલ સંગઠને રાજ્ય સરકાર સામે સરેન્ડર કર્યું છે. ફીને લઇને કડક વલણ અપનાવતાં રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ આપવાની જાહેરાત બાદ હવે સ્કૂલ સંચાલકોએ ઓનલાઇન ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
આજથી (સોમવાર)થી તેની શરૂઆત કરવામાં આવશે. આ પહેલાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અત્યાર સુધી સરકારની જવાબદારી અને ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપવાનું હતું પરંતુ જ્યારે ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપવાનું બંધ કરી દીધું તો હવે રાજ્ય સરકર તેના માટે આ વિદ્યાર્થીઓને પણ ઓનલાઇન એજ્યુકેશન આપશે. 
 
તેના માટે શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગને આદેશ કર્યો છે કે એક કમિટી બનાવીને વિદ્યાર્થીઓને કેવી રીતે એજ્યુકેશન આપવામાં આપી શકાય તેની તૈયારીઓ શરૂ કરવામાં આવે. અંગ્રેજી માધ્યમના બાળકોને પણ ભણાવવાની તૈયારી કરવામાં આવી છે. 
 
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા ડો. દિપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, સરકારના ફીના નિર્ણય સામે અમે કોર્ટમાં ગયા છીએ. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અમે સોમવારથી ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીશું પરંતુ શિક્ષણ વિભાગની કોઈ કામગીરી કે પરીક્ષામાં સહકાર આપીશું નહીં.
 
વાલી સંગઠનના પ્રમુખ જિતેન્દ્ર સુરાનાએ કહ્યું કે સ્કૂલો તરફથી જે કંઇપણ કરવામાં આવી રહ્યું છે તે ફી માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે રાજ્ય સરકારે ખાનગી સ્કૂલના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપવાની તૈયારી કરી લીધી છે. એટલા માટે સ્કૂલો પાસે બીજો કોઇ રસ્તો નથી.