શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (16:02 IST)

રાજકોટના હિરાસર એરપોર્ટના આજે શ્રીગણેશ

rajkot news
27 જુલાઈએ PM હસ્તે લોકાર્પણ થશે
એરફોર્સના 737 બોઇંગનું પ્રથમ વખત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર લેન્ડિંગ કરવામાં આવતા ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. આજથી એરફોર્સના હવાલે એરપોર્ટ આવી ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગામી 27 જુલાઈના રોજ ખુદ પ્રધાનમંત્રી તેમના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. 
 
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ધમધમતું થયું છે.  સવારે 8 વાગ્યે ઇન્દોરની પ્રથમ ફ્લાઈટ આવી પહોંચતા તેનું વોટર કેનનથી સ્વાગત પણ કરાયું હતું એટલું જ નહીં ગરબાની રમઝટ સાથે સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં આ ફ્લાઈટનાં મુસાફરોને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટથી 31 કિમી દૂર આવેલા આ એરપોર્ટથી દરરોજ 11 ફ્લાઈટો ઉડાન ભરશે.
 
 હાલ નવા એરપોર્ટ પરથી મુંબઈની 4, દિલ્હીની 1 તેમજ ઉદયપુર, ઇન્દોર, બેંગ્લોર, ગોવા અને હૈદરબાદની ફ્લાઈટ ઉડાન ભરશે.