મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 ઑક્ટોબર 2018 (15:38 IST)

ગુજરાતમાં છેલ્લા ૪૨ દિવસમાં સ્વાઇન ફ્લુના ૧૩૦૩ કેસ નોંધાયા, કુલ મૃત્તાંક ૩૩

સ્વાઇન ફ્લુનો કેર જારી રહ્યો છે અને આજે ગુજરાતમાં વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સાથે જ ૧ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર એમ છેલ્લા ૪૨ દિવસમાં જ સ્વાઇન ફ્લુ સામે ૩૩ વ્યક્તિ જીવન ગુમાવી ચૂકી છે.

આજે સ્વાઇન ફ્લુના અમદાવાદ શહેરમાંથી ૧૯, સુરત શહેરમાં ૪, ગાંધીનગરમાં ૩, ભાવનગરમાં ૨, મહેસાણા, અમદાવાદ જિલ્લા, રાજકોટ શહેર, આણંદ, કચ્છ, ખેડા, ભાવનગર શહેર, રાજકોટ જિલ્લા, પંચમહાલ, ભરૃચ, મોરબી, દાહોદ ખાતે ૧-૧ એમ કુલ કેસ નોંધાયા હતા. આમ, ૧ સપ્ટેમ્બર ૨૦૧૮થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન સ્વાઇન ફ્લુના કુલ ૧૩૦૩ કેસ નોંધાયા છે અને જેમાંથી ૩૩ના મોત થયા છે.
અત્યારસુધી નોંધાયેલા ૧૩૦૩ કેસમાંથી ૩૩૫ દર્દી હજુ સારવાર હેઠળ અને ૯૩૫ દર્દીઓએ સ્વાઇન ફ્લુને મા'ત આપેલી છે. સ્વાઇન ફ્લુના અમદાવાદ કોર્પોરેશન હસ્તકમાં સૌથી વધુ ૫૬૭ કેસ અને ૧૩ મૃત્યુ નોંધાયા છે.