શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (15:57 IST)

ગુજરાતમાં પાણી ભરવા પડાપડી, સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમિ દ્વારકાની

water prob gujarat
સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંક ને ક્યાંક પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. લોકોને પીવા માટે પૂરતું પાનની નથી મળી રહ્યું.જેથી  લોકોને વેચાતું પાણી લેવાની ફરજ પડે છે  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા ટેન્કર ફાળવતાં પાણી ભરવા પડાપડી થતી હોવાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ધરાવતા જિલ્લાના નાની કઠેચી ગામમાં ઉનાળામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે.
 
ગામડાઓમાં પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોના તળીયા દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ માત્ર 30 ટકા જ પાણી બચ્યું છે. આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમિ દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહ્યું છે અને હજુ ઉનાળાનાં દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે.