શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (09:16 IST)

ગુજરાત સહિત દેશના આ 12 રાજ્યોમાં આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન

Weather
દેશના અલગ-અલગ રાજ્યોમાં ગરમીની શરૂઆત થયા બાદ હીટ વેવ એટલે કે તીવ્ર ગરમીની સ્થિતિ સર્જાઈ રહી છે. મતલબ કે આગામી દિવસોમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને ગુજરાતમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. આ દરમિયાન હવામાન શુષ્ક રહેશે અને તેજ સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનો રહેશે.
 
- આગામી 5 દિવસ દરમિયાન પશ્વિમી રાજસ્થાનમાં ગંભીર હીટવેવની સંભાવના છે.
- હીટવેવથી ગંભીર હીટ વેવની સ્થિતિ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને પૂર્વી રાજસ્થાનમાં રહેશે. 
- દિલ્હી અને દક્ષિણ હરિયાણામાં આગામી 5 દિવસ હિટ વેવ રહેશે.
- આ ઉપરાંત મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને જમ્મૂ સંભાગમાં પણ આગામી 5 દિવસ સુધી હીટ વેવનું અનુમાન છે. 
- વિદર્ભમાં 6 અને 7 એપ્રિલના રોજ હીટવેવની સંભાવના છે.
- ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, અને ઝારખંડમાં 6 એપ્રિલના રોજ હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે.
 
હવામાન વિભાગે હીટ વેવને લઈને ચેતવણી જાહેર કરી છે. આ સાથે લોકોને કોઈપણ કારણ વગર ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. આ રાજ્યોમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. 
 
જો કે, દેશના અન્ય ભાગો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, કેરળ, પુડુચેરી, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક વગેરેમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, મંગળવારે દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન મહારાષ્ટ્રના અકોલામાં 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન યુપીના ઝાંસીમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.