ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2024 (10:09 IST)

ખંભાળિયામાં આભ ફાટતાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ, જાણો આજે ક્યા ક્યા પડશે વરસાદ

Khambhaliya rain
Khambhaliya rain
ખંભાળિયામાં આભ ફાટતાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદથી ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ...રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા...આ સિવાય રાજ્યના 20થી વધુ તાલકામાં મેઘો મન મૂકીને વરસ્યો ,  બીજી તરફ પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા
 
આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. કચ્છના માંડવીમાં સવારે બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ દ્વારકા, ભાણવડ અને પોરબંદરમાં હળવો વરસાદ વરસ્યો હતો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં 233 MM, પોરબંદર 69 MM, ભાણવડ 55 MM, રાણાવાવ 36 MM, નખત્રાણા 30 MM, ગારિયાધાર 28 MM, દ્વારકા 27 MM વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

 
હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કરીને આગામી 3 કલાક દરમ્યાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં રાજકોટ, જામનગર, જીલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. વીજળી, મેઘગર્જનાં સાથે 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં છે. આગામી 3 કલાક દરમ્યાન કચ્છ, બોટાદ, ભાવનગર, વલસાડ, દમણ, નવસારી, દાદરા અને નગર હવેલીનાં અલગ અલગ સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
 
આવતીકાલે 18 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. જ્યારે 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે