વિપક્ષી નેતા ધાનાણીને સપનાંમાં પણ કમલમ્ દેખાય છે: પ્રદીપસિંહ
વિરોધ પક્ષ-કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ, ભાજપ કાર્યાલય કમલમમાં કાળાધનના કોથળા ઠલવાય છે એવા સંદર્ભના કરેલા નિવેદન અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કમળો થયો હોય તેને બધુ પીળું જ દેખાય છે. તેઓ તેમના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલબાબાની નજરમાં વસવા માટે જ આવા બેબૂનિયાદ નિવેદનો કરી રહ્યાં છે. ભાજપ સરકારે તો ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં ભર્યા છે. આવા ભ્રષ્ટ અધિકારીઓને દંડિત કરવાના ૫૦૦ દાખલા બેસાડ્યાં છે. કોંગ્રેસની હારને કારણે વિપક્ષી નેતાને તો સપનાંમાં પણ કમલમ દેખાય છે. ભ્રષ્ટાચારના આક્ષેપો કરીન તેઓ પ્રજા માનસમાં ભાજપની ઈમેજને કોઈ બટ્ટો લગાડી નહીં શકે એ તેઓ શાનમાં સમજી લે. તેમણે વિપક્ષના નેતાને આડે હાથ લેતા કહ્યું હતું કે,ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસના નેતૃત્વની યુપીએ સરકારના ૧૦ વર્ષના શાસનમાં કેવા મસમોટા કૌભાંડો અને ભ્રષ્ટાચીર રસોતી ગાજી હતી. જે વિપક્ષના નેતા કેમ ભૂલી જાય છે. આવા તૌર-તરીકાથી સત્તા સુખ અને નાણા ભૂખ સંતોષનારી કોંગ્રેસના નેતા અમને સલાહ આપવાનું બંધ કરે.