રાષ્ટ્રપતિ ચૂંટણી : સટોડિયાઓની પ્રથમ પસંદગી પ્રણવ મુખર્જી
P.R
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ભલે નવા રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી હોય પરંતુ સટ્ટાબજારમાં પ્રણવ મુખર્જી સટોડીયાઓની પહેલી પસંદ છે.
આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને સટ્ટાબજાર ગરમ છે, દેશનું સર્વોચ્ચ પદ કોણ સંભાળશે, તેના પર લગભગ 500થી 600 કરોડ રૂપિયાનો સટ્ટો લાગવા જઇ રહ્યો છે. ચૂંટણીપંચની ઘોષણા બાદથીજ સટ્ટાબજાર આ મામલે સટ્ટાની તૈયારીઓમાં લાગી ગયુ્ં હતું.
સટોડીયાઓના મતે હજુ બજારમાં પ્રણવ જ મુખ્ય દાવેદાર છે. તેમના પર એક રૂપિયાના મુકાબલે 60 પૈસાનો ભાવ લાગેલો છે. તેમના નામ પર મમતાના ખુલ્લા વિરોધ પહેલાતો આ ભાવ માત્ર 25 પૈસા હતો. પ્રણવના મુકાબલે અન્ય ઉમેદવાર દુર-દુર સુધી દેખાતા નથી. ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી પર 15 રૂપિયાનો ભાવ લાગેલો છે. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની સ્થિતિ તેમનાથી સારી છે. કલામ પર એક રૂપિયાના મુકાબલે સાડા ચાર રૂપિયાનો ભાવ છે. વડાપ્રધાન મનમોહનસિંહને લઇને પણ સટોડીયાઓમાં કોઇ ઉત્સાહ નથી. તેમના પર સાડા સાત રૂપિયાનો ભાવ બોલાઇ રહ્યો છે. સટ્ટાબજારમાં રાષ્ટ્રપતિપદના સૌથી નબળા દાવેદાર સોમનાથ ચેટર્જી છે. સટ્ટાબજારમાં તેમના પર 17 રૂપિયાની બોલી બોલાઇ રહી છે.