ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (13:48 IST)

Randhan Chhath 2023- રાંધણ છઠ કઈ તારીખે છે

રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.
 
રાંધણ છઠ સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023
શીતળા સાતમ મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2023 

રાંધણ છઠના દિવસે ઘરે-ઘરે પકવાનો બનાવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ ઘરમાં જુદા -જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે. રાતે ઘરના ચૂલાની સાફ-સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે.
 
લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગી ટાઢી કરે છે.