રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (18:04 IST)

બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને 4 લોકોનો આપઘાત

ગુજરાતમાં સામુહિક આપઘાતની ઘટનાઓમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાઠાના થરાદમાં વધુ એક વખત કેનાલમાં ઝંપલાવી એક પરિવારએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
 
હાજર રાહદારીઓના જણાવ્યા અનુસાર પતિ-પત્ની સહિત 2 બાળકો એક બાઇક પર આવ્યા હતા. કેનાલ પર બાઈક ઊભું કરી અચાનક ચારેય લોકો કેનાલમાં કુંદી ગયા હતા. દૂરથી આ ઘટનાને જોઇ ગયેલા રાહદારીએ તાત્કાલિકના ધોરણે પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી.
 
કેનાલમાં ચાર લાકોએ ઝંપલાવ્યું હોવાની વાત વાયુ વેગે પ્રસરતા પીલૂડાં ગામની આસપાસના સ્થાનિક લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. નગરપાલિકાના તરવૈયાઓને ચાર લોકોને શોધવા કેનાલની અંદર ઘટના સ્થળથી થોડે દૂર જાળ બિછાવી હતી અને સતત પાણીમાં ગોતા લગાવ્યા હતા.