બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (18:59 IST)

જ્વાલા ગુટ્ટાએ સાઉથ સુપરસ્ટાર વિષ્ણુ વિશાલ સાથે કરી સગાઈ

. રાષ્ટ્રમંડળ રમતની સુવર્ણ પદક વિજેતા મહિલા બૈડમિંટન ખેલાડી જ્વાલા ગુટાએ પોતાનો 37મો જન્મદિવસના દિવસે રવિવારે તમિલ અભિનેતા અને પ્રોડ્યુસર વિષ્ણુ વિશાલ સાથે સગાઈ કરી લીધી. જ્વાલાએ સોમવારે ટ્વિટરના માધ્યમથી આ વાતની માહિતી આપી. 
 
જ્વાલાએ ટ્વીટ કરતા લખ્યુ, "અને આ ગઈકાલે રાત્રે થયુ, આ શાનદાર સરપ્રાઈઝ હતી." 
 
તેમણે લખ્યુ, "આજે જ્યારે હુ મારા જીવન વિશે વિચારુ છુ તો જાણ થાય છે કે શુ શાનદાર યાત્રા રહી. આજે મને અહેસાસ થયો કે આગળ જોવા માટે ઘણુ બધુ છે. મારો પરિવાર, આર્યન, દોસ્ત અને કામ. આ એક વધુ સુંદર લાઈફ રહેશે, મને વિશ્વાસ છે. 
 
આર્યન વિશાલનો પુત્ર છે જે તેમની પૂર્વ પત્ની રાજિની નટરાજથી થયો હતો. જ્વાલા પણ પહેલા 4 વારના નેશનલ ચેમ્પિયન ચેતન આનંદ સાથે લગ્ન કરી ચુકી હતી. આ બંને વર્ષ 2005 થી 2011 સુધી સંબંધમાં રહ્યા હતા. 
 
જ્વાલા અને વિશાલે બે વર્ષ પહેલા પોતાના સંબંધોની પુષ્ટિ કરી દીધી હતી.