રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 30 જૂન 2020 (16:26 IST)

PM Modi Address To Nation પીએમ મોદી બોલ્યા - 80 કરોડ લોકોને નવેમ્બરમાં સુધી મફત અન્ન મળશે.

કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને અનેક વખત સંબોધન કર્યું છે. આ હેઠળ તેમણે સૌ પ્રથમ 19 માર્ચે 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી, અને તે પછી 24 માર્ચે તેમણે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પ્રથમ લોકડાઉન 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લાદવામાં આવ્યું હતું.
 
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને નવેમ્બર મહિનાનાં અંત સુધી લંબાવવામાં આવી છે. 80 કરોડ લોકોને નવેમ્બરમાં સુધી  મફત અન્ન મળશે.
હવે આખા ભારત માટે એક રાશન કાર્ડની વ્યવસ્થા. વન નેશન, વન રાશન કાર્ડ..
- ભારતમાં સ્થાનિક તંત્રએ ચુસ્તપણ કામ કરવું જોઇએ.
- છેલ્લા 3 દિવસમાં જનધાન ખાતાનાં પરિવારોરમાં 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા.
ગ્રામમાં શ્રમિકોને રોજગાર અપાવવા માટે સરકાર 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
- કોરોનાથી લડતા ભારતમાં 80 કરોડ લોકોને 5 કરોડ ઘઉં અથવા ચોખા મફતમાં આપવામાં આવ્યા છે જેણે દુનિયાને પણ ચોંકાવી છે.
 
- પીએમ મોદીએ કહ્યું કે અત્યારે આપણી એવી મોસમમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં શરદી, ખાંસી, તાવ વધી જાય છે. તેવામાં આપણે ઘણું જ ધ્યાન રાખીએ.
- પીએમ મોદીએ કહ્યું કે સમય પર કરવામાં આવેલા લોકડાઉને લાખો લોકોનો જીવ બચાવ્યો છે. લોકડાઉનનાં કારણે આપણી સ્થિતિ સારી છે. બીજા દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે.
- જેવું અનલોક-1 જાહેર થયું લાપરવાહી વધી રહી છે. આજે જ્યારે વધારે સતર્કતાની જરૂર છે ત્યારે લાપરવાહી વધવી ચિંતાનો વિષય છે. 
- ભારતમાં સ્થાનિક તંત્રએ ચુસ્તપણ કામ કરવું જોઇએ.