શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (12:05 IST)

CWG 2018: જાણો કેવી રીતે મનુ અને હિનાએ દુનિયાને બતાવી ભારતની તાકત

ભારતની 16 વર્ષની મહુ ભાકરે રાષ્ટ્રમંડળ રમતોની 10 મીટર એયર પિસ્તલ સ્પર્ધામાં નવા રેકોર્ડ સાથે સુવર્ણ પદક જીત્યો.  જ્યારે કે હિના સિદ્ધૂએ શાનદાર કમબેક કરતા રજત પદક પોતાને નામ કર્યો. ભાકરે 240.9નો સ્કોર કરીને રાષ્ટ્રમંડળ રમતનો રેકોર્ડ બનાવ્યો. બીજા સ્થાન પર રહેલ તેમની સીનિયર હમવતન નિશાનેબાજ હીનાનો સ્કોર 234 હતો. કાંસ્ય પદક ઓસ્ટ્રેલિયાની એલેના ગાલિયાબોવિચને મળ્યો જેમનો સ્કોર  214.9 હતો. આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભાકરે પોતાની પ્રથમ રાષ્ટ્રમંડળ રમતના બંને ચરણમાં પોતાનુ પ્રભુત્વ જાળવી રાખ્યુ. 
 
ભારતે રૂઆબ સાથે જીત્યો સુવર્ણ અને રજત 
 
ભાકર સુવર્ણની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. કારણ કે તેણે મૈક્સિકોમાં આ વર્ષે આઈએસએસએફ સીનિયર વિશ્વ કપમાં સુવર્ણ પદક જીત્યો હતો અને ત્યારબાદ સિડનીમાં જૂનીયર વિશ્વ કપમાં પણ પીળો તમગો પોતાને નામ કર્યો. સિદ્ધૂ એકવાર બહાર થવાની કગાર પર હતી પણ તેણે શાનદાર કમબેક કરતા બીજુ સ્થાન મેળવ્યુ. તેણે દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત 2010માં પણ રજત જીત્યો હતો. આ સ્પર્ધામાં ભારતનો પ્રભાવ એટલો હતો કે પ્રથમ બે પદક માટે ભાકર અને સિદ્ધૂ જ દોડમાં આગળ હતા.  ભાકરે આઠ મહિલાઓની ફાઈનલમાં 14 વાર દસ કે તેનાથી વધુ સ્કોર કર્યો. 
 
ગોલ્ડ કોસ્ટ જતા પહેલા વિવાદમાં હતી હિના સિદ્ધૂ 
 
સિદ્ધૂ વિવાદોના ઘેરા દ્વારા આ રમતમાં આવી હતી. જ્યારે રમત મંત્રાલયે તેમના પતિ અને કોચ રૌનક પંડિતને એક્રીડિટેશન આપવાની ના પાડી દીધી હતી. સિદ્ધૂની શરૂઆત ખરાબ રહી અને એક સમય તે બહાર થવાની કગાર પર હતી પણ તેને શાનદાર કમબેક કરીને પોતાના આલોચકોને જવાબ આપ્યો.   સતત નવના સ્કોર પછી સિદ્ધૂએ દસ પ્લસનો સ્કોર કર્યો. ભાકર શરૂઆતથી જ પોતાના પ્રતિદ્વંદીઓથી ખૂબ આગળ હતી. સિદ્ધૂ અને એલેના જે સમયે 195 અંક પર હતા અને ચાર શોટ બાકી હતા ત્યારે ભાકરે 201.7નો સ્કોર કર્યો હતો. એલિમિનેશનના બીજા ચરણમાં ભાકરે 142.5નો સ્કોર કર્યો હતો જ્યારે કે સિદ્ધૂ 134.9 અંક લઈને છઠ્ઠા સ્થાન પર હતી. ભાકરે પ્રથમ ચરણના અંતમાં 101.5 સ્કોર કર્યો. 
 
21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનુ પ્રદર્શન અત્યાર સુધી પ્રંશસનીય રહ્યુ છે. છઠ્ઠા દિવસે ભારતને અનેક મેડલની આશા છે.  પાંચમાં દિવસ સુધી ભારતને કુલ 19 મેડલ મળ્યા. પાંચમા દિવસ સુધી ભારતના ખાતામાં 10 ગોલ્ડ ચાર સિલ્વર અને પાંચ બ્રોંઝ મેડલ આવ્યા છે.