શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (16:23 IST)

Asian Games 2023 - પલક અને ઈશા સિંહે એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ બનાવતા જીતી લીધો ગોલ્ડ અને સિલ્વર

Palak and Isha Singh create history
Palak and Isha Singh create history
એશિયન ગેમ્સ 2023માં ભારતે શુટિંગના મહિલા 10 મીટર એર પિસ્તોલના અંતિમ રાઉન્ડમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા છે. જ્યારે પાકિસ્તાની ખેલાડીએ ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પલક અને ઈશા સિંહે ભારત વતી શાનદાર પ્રદર્શન કર્યું અને એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ તોડ્યો. ભારતીય શૂટરોએ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં દેશ માટે શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા છે.
 
પલકે કરી કમાલ 
પલક ગૂલિયા અને ઈશા સિંહે એશિયાઈ રમતોમાં મહિલાઓની 10 મીટર એયર પિસ્ટલ સ્પર્ધામાં ઐતિહાસિક પ્રદર્શન કરતા ક્રમશ: સુવર્ણ અને રજત પદક જીત્યા. બંનેયે એક બીજાને અનેક પડકાર આપતા ટૉપ બે સ્થાન મેળવ્યા.  17 વર્ષની પલકે સુવર્ણ અને ઈશાએ રજત પદક જીત્યો.  પલકનો ઈંટરનેશનલ સ્પર્ધામાં આ પહેલો વ્યક્તિગત મેડલ છે. પલકે ફાઇનલમાં 242.1નો સ્કોર કર્યો જે એશિયન ગેમ્સમાં એક રેકોર્ડ છે. બુધવારે 25 મીટર પિસ્તોલમાં વ્યક્તિગત સિલ્વર જીતનારી ઈશા 10 મીટર એર પિસ્તોલ સિલ્વર જીતનારી ટીમનો પણ ભાગ હતી. ઈશાએ વ્યક્તિગત ફાઇનલમાં 239.7નો સ્કોર કર્યો.
 
પુરૂષ ટીમે જીત્યો ગોલ્ડ 
પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશંસમાં ભારતે વિશ્વ રેકોર્ડ સાથે સુવર્ણ પદક જીત્યો. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર(591), સ્વપ્નિલ કુસાલે (591) અને અખિલ શ્યોરાણ(587) ટીમમાં હતા. જેમણે ચીનનો પડકાર પાર કરતા  1769 સ્કોર કર્યો. ચીન 1763 અંક લઈને બીજા સ્થાન પર રહીને વ્યક્તિગત વર્ગના ફાઈનલમાં પણ પ્રવેશ કરી લીધો. 
 
આ ખેલાડી ન થઈ શક્યો ક્વાલીફાય 
અખિલ  પાંચમા સ્થાને હોવા છતાં ફાઇનલમાં પ્રવેશ કરી શક્યો નહી કારણ કે આઠ ટીમોની ફાઇનલમાં એક દેશમાંથી માત્ર બે જ સ્પર્ધકો ભાગ લઈ શકે છે. આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની આશા ધરાવતા સ્વપ્નીલે ક્વોલિફિકેશનમાં 591 સ્કોર કરીને એશિયન રેકોર્ડ તોડ્યો હતો. ઐશ્વર્યાનો પણ આટલો જ સ્કોર હતો પરંતુ વધુ ઇનર 10 ફટકારવાને કારણે સ્વપ્નિલ ટોપ પર રહ્યો હતો.