સાનિયા મિર્ઝા નિવૃત્ત થશે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ જાહેરાત
સાનિયા મિર્ઝા (Sania Mirza) ટેનિસમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છે. તેમનુ કહેવુ છે કે 2022ની સીઝન તેના માટે છેલ્લી છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં (Australian Open) હાર્યા બાદ તેમણે આ માહિતી આપી. સાનિયા મિર્ઝાએ કહ્યુ, મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું. ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં. પરંતુ હું આખી સીઝન માટે ત્યાં રહેવા માંગુ છું. સાનિયા અને તેની યુક્રેનિયન જોડીદાર નાદિયા કિચનોક ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારી ગયા હતા. તેમને સ્લોવેનિયાની તમારા ઝિદાનસેક અને કાજા જુવાનની જોડીએ એક કલાક અને 37 મિનિટમાં 4-6, 6-7(5) થી હાર આપી હતી.. જોકે, હવે આ ગ્રાન્ડ સ્લેમની મિક્સ ડબલ્સમાં સાનિયા અમેરિકાના રાજીવ રામ સાથે ભાગ લેશે.