રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 19 જૂન 2021 (14:44 IST)

ગુજરાત બોર્ડે ધોરણ 10-12ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષાની કરી જાહેરાત

ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.
 
ત્યારબાદ હવે ગુજરાત શિક્ષણે બોર્ડે ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 15 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે જેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અગાઉ 1 જુલાઈએ ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આખરે આજે શિક્ષણ વિભાગે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. 15 જુલાઈ ગુરૂવારથી પરીક્ષાઓ લેવામાં આશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ-10ના રિપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી કરી હતી.  ધોરણ 10માં એક કે બે વિષય માં ફેઈલ રીપીટરને માસ પ્રમોશન આપાવની માંગ કરી હતી