શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. સુરત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (13:32 IST)

સુરતમાં ત્યક્તાના પ્રેમીએ યુવકને અત્યંત બેરહમીપૂર્વક છરીના 20 જેટલા ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

surat murder case
surat murder case
સુરતના નાનપુરા પટેલ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ત્યક્તા સાથે મિત્રતા કેળવવા ઇચ્છતા ઉમરા ગામના યુવાનને ત્યક્તાના પ્રેમીએ અત્યંત બેરહમીપૂર્વક છરીના 20 જેટલા ઘા ઝીંકી રહેંસી નાંખતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અત્યંત બેરહમીપૂર્વક ઝીંકેલા છરીના ઘામાં મૃતકના જમણા હાથની પહેલી આંગળી પણ કપાઈ ગઈ હતી. પોલીસે અરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 આ બેરહેમીપૂર્વક કરાયેલી હત્યા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોવા મળે છે કે, 6 સેકન્ડમાં જ શખસ યુવકને 9 છરીના ઘા ઝીંકી દે છે. ઉમરા ગામના તળાવ ફળિયા સ્થિત શ્રમજીવી સોસાયટીમાં રહેતો અને ઘર નજીક પાસપોર્ટ ઓફિસ સામે ચીકનની લારી ચલાવતો પાર્થ ઉર્ફે બાદલ રમેશ આહીરકર (ઉં.વ. 25) ગત 15મીની રાતે મિત્ર અશોક વસાવા અને ઋત્વિક નાયકા સાથે નવસારી બજાર ખાતે જમવા ગયો હતો. દરમિયાનમાં રાતે 12.30 વાગ્યાના અરસામાં નાનપુરાના પટેલ ચેમ્બર્સમાં રહેતી મહિલાએ પુત્રનો બર્થ ડે હોવાથી તેની ઉજવણી કરવા પાર્થ અને તેના મિત્રોને બોલાવ્યા હતા.પટેલ ચેમ્બર્સના પાર્કિંગમાં પહોંચ્યા હતા. જ્યાં ત્યક્તા કોસાડ આવાસમાં રહેતા તેના પ્રેમી અઝહર સાથે વાતચીત કરી રહી હતી. અઝહરની નજર પાર્થ ઉપર પડતા જ પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢીને અત્યંત બેરહમીપૂર્વક પાર્થ ઉપર તૂટી પડ્યો હતો અને ગળા, ડાબા પડખા, ડાબા ઘૂંટણ, ગુપ્તાંગ, પગના સાથળ સહિતના ભાગે ઉપરાછાપરી 20 જેટલા ઘા ઝીંકી દીધા હતા. જેમાં પાર્થની જમણા હાથની પહેલી આંગળી પણ કપાઇ ગઇ હતી. પાર્થ ઉપર હુમલો થતા તેના બે મિત્ર અશોક અને ઋત્વિક ત્યાંથી દૂર ભાગી જઈ સમગ્ર ઘટનાને મૂક પ્રેક્ષક બની નિહાળી હતી.અઝહર ભાગી ગયા બાદ લોહીલુહાણ હાલતમાં પાર્થને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પાર્થના પિતા રમેશ આહીરકર અને અઠવાલાઇન્સ પોલીસ તુરંત જ દોડી ગઇ હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં પાર્થ છેલ્લા કેટલાક દિવસથી ત્યક્તા સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેની જાણ ત્યક્તાએ તેના પ્રેમી અઝહરને કરતા હત્યા કરી હતી.નાનપુરા પટેલ ચેમ્બર્સમાં રહેતી ત્યક્તા સાથે મિત્રતા કેળવવાની લાયમાં જીવ ગુમાવનાર પાર્થ ઉર્ફે બાદલ આહીરકરે એકાદ વર્ષ અગાઉ લક્ષ્મી ઉર્ફે આરતી સાળુંકે સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેણી હાલમાં ગર્ભવતી છે.