ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2024 (19:38 IST)

RTE હેઠળ પ્રેવશ આપવાનું શરૂ:વાલીઓએ એડમિશન ફરજિયાત કન્ફર્મ કરવાનું રહેશે

online education
​​​​રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં વાલીઓએ પોતાના બાળક માટે રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું હતું. ત્યારે હવે આજે વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. પ્રવેશ ફાળવણી કર્યા બાદ વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. પ્રવેશ કન્ફર્મ થયા બાદ જે બેઠક ખાલી રહેશે તે માટે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.

આરટીઇમાં પ્રવેશ મેળવવા માટે 43,896 બેઠકો માટે 2.23 લાખ વિદ્યાર્થીની અરજી આવી હતી. કુલ અરજીમાંથી બેઠક જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પસંદગી બાદ તેમને આજથી પ્રવેશ ફાળવણી કરવામાં આવશે. પ્રવેશ ફાળવણી થયા બાદ વાલીઓએ પોતાના બાળકનું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. એડમિશન કન્ફર્મ થયા બાદ જે બેઠક ખાલી રહેશે, તે બેઠક પર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આરટીઈની પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ ખાનગી સ્કૂલોના આચાર્યને સૂચના આપવામાં આવી છે કે, આજથી વિદ્યાર્થીઓનો પ્રવેશ ફાળવણી દરમિયાન જે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થાય તેમના ડોક્યુમેન્ટ મેળવી સહી-સિક્કા કરીને વાલીઓને પરત આપવાના રહેશે. સ્કૂલ દ્વારા આરટીઈની એડમિશન પ્રક્રિયામાં કોઈ ભૂલ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલની જ રહેશે.