ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:08 IST)

બજેટ 2018-19 - ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી

નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે લોકસભામાં મોદી સરકારનુ સતત પાંચમુ બજેટ રજુ કર્યુ. પોતાના બજેટ ભાષણમાં આજે અરુણ જેટલીએ જણાવ્યુ કે 4 વર્ષમાં ટેક્સ આપનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 19.25 લાખ નવા ટેક્સ પેયર્સ વધ્યા છે. કાળા નાણા વિરુદ્ધના પગલાની અસર એ થઈ કે 90 હજાર કરોડ ટેક્સ કલેક્શન વધ્યુ છે.  નાણાકીય મંત્રીએ ઈંકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે ઈનકમ ટેક્સ સ્લેબ એ જ રહેશે જે 2017-18માં હતો 
 
કરદાતાઓને આ બજેટથી ખાસી આશા હતી.  કરમુક્ત આવકની સીમા વધારીને 3 લાખ રૂપિયા કરી શકાતી હતી. જ્યારે કે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકાના દરથી કર લાગ્યુ છે. 
 
ટેક્સ સ્લેબ આ પ્રમાણે છે 

 
 
ટેક્સમાં છૂટ 
-3.5 લાખ રૂપિયા સુધીની આવક પર 2500ની છૂટ 87 એ હેઠળ મળે છે મતલબ તમારા કુલ ટેક્સમાંથી 2500 રૂપિયા ઘટી જાય છે.  આ કારણે 3 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ જાય છે. 
- 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની આવક પર 10 ટકા સરચાર્જ 
- 1 કરોડ રૂપિયાથી ઉપરની આવક પર 15 ટકા સરચાર્જ 
 
સેસ
- કુલ આવક પર 3 ટકા સેસ અને સાથે સરચાર્જ 
 
ઈનકમ ટેક્સ સ્લેબ (60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછા માટે ) 
 
 
      આવક                   વર્તમાન દર      
0 થી 3 લાખ રૂપિયા                0%     
3 લાખ થી 5 રૂપિયા                5%             
5 લાખ થી 10 લાખ               20%           
10 લાખ થી ઉપર                 30%